Ad

Monday, 11 November 2019

BHAGAVAT GITA PART 15

પાઞ્ચજન્યં હૃષીકેશો દેવદત્તં ધનઞ્જયઃ |
પૌણ્ડ્રં દધ્મૌ મહાશઙ્ખં ભીમકર્મા વૃકોદરઃ || ||૧૫||

ભગવાન હૃષિકેશે પાઞ્ચજન્ય નામનો પોતાનો શંખ વગાડ્યો અને ધનંજય (અર્જુન)એ દેવદત્ત નામક શંખ વગાડ્યો. તથા ભીમ કર્મા ભીમે પોતાનો પૌણ્ડ્ર નામક મહાશંખ વગાડ્યો.

~ શ્લોક 15 - અધ્યાય 1 - અર્જુનવિષાદયોગ

BHAGAVAT GITA PART 14

તતઃ શ્વેતૈર્હયૈર્યુક્તે મહતિ સ્યન્દને સ્થિતૌ |
માધવઃ પાણ્ડવશ્ચૈવ દિવ્યૌ શઙ્ખૌ પ્રદધ્મતુઃ || ||૧૪||

ત્યારે શ્વેત અશ્વો જોડેલા ભવ્ય રથમાં વિરાજમાન ભગવાન માધવ અને પાંડવ પુત્ર અર્જુને પણ પોતપોતાનાં શંખ વગાડ્યા.

~ શ્લોક 14 - અધ્યાય 1 - અર્જુનવિષાદયોગ

BHAGAVAT GITA PART 13

તતઃ શઙ્ખાશ્ચ ભેર્યશ્ચ પણવાનકગોમુખાઃ |
સહસૈવાભ્યહન્યન્ત સ શબ્દસ્તુમુલોઽભવત્ || ||૧૩||

ત્યારે અનેક શંખ, નગારા, ઢોલ, શૃંગી આદિ વગડવા લાગ્યા જેનાથી ઘોર નાદ ઉત્પન્ન થયો.

~ શ્લોક 13 - અધ્યાય 1 - અર્જુનવિષાદયોગ

BHAGAVAT GITA PART 12

તસ્ય સંજનયન્હર્ષં કુરુવૃદ્ધઃ પિતામહઃ |
સિંહનાદં વિનદ્યોચ્ચૈઃ શઙ્ખં દધ્મૌ પ્રતાપવાન્ || ||૧૨||

ત્યારે કુરુવૃદ્ધ પ્રતાપવાન ભીષ્મ પિતામહે દુર્યોધનના હૃદયમાં હર્ષ ઉત્પન્ન કરતા ઉચ્ચ સ્વરમાં સિંહનાદ કર્યો અને શંખ વગાડવો શરૂ કર્યો.

~ શ્લોક 12 - અધ્યાય 1 - અર્જુનવિષાદયોગ

BHAGAVAT GITA PART 11

અયનેષુ ચ સર્વેષુ યથાભાગમવસ્થિતાઃ |
ભીષ્મમેવાભિરક્ષન્તુ ભવન્તઃ સર્વ એવ હિ || ||૧૧||

માટે બધા લોકો જે પણ સ્થાનો પર નિયુક્ત હો ત્યાંથી બધા દરેક પ્રકારે ભીષ્મ પિતામહની રક્ષા કરે.

~ શ્લોક 11 - અધ્યાય 1 - અર્જુનવિષાદયોગ

BHAGAVAT GITA PART 10

અપર્યાપ્તં તદસ્માકં બલં ભીષ્માભિરક્ષિતમ |
પર્યાપ્તં ત્વિદમેતેષાં બલં ભીમાભિરક્ષિતમ || ||૧૦||

ભીષ્મ પિતામહ દ્વારા રક્ષિત આપણી સેનાનું બળ પર્યાપ્ત નથી, પરન્તુ ભીમ દ્વારા રક્ષિત પાંડવોની સેના બલ પૂર્ણ છે.

~ શ્લોક 10 - અધ્યાય 1 - અર્જુનવિષાદયોગ

BHAGAVAT GITA PART 9

અન્યે ચ બહવઃ શૂરા મદર્થે ત્યક્તજીવિતાઃ |
નાનાશસ્ત્રપ્રહરણાઃ સર્વે યુદ્ધવિશારદા: || ||૯||

આપણા પક્ષમાં યુદ્ધમાં કુશળ, વિવિધ શસ્ત્રોમાં પ્રવિણ અન્ય પણ અનેક યોદ્ધા છે જે મારા માટે પોતાનું જીવન પણ ત્યાગવા તૈયાર છે.

~ શ્લોક 9 - અધ્યાય 1 - અર્જુનવિષાદયોગ

BHAGAVAT GITA PART 15

પાઞ્ચજન્યં હૃષીકેશો દેવદત્તં ધનઞ્જયઃ | પૌણ્ડ્રં દધ્મૌ મહાશઙ્ખં ભીમકર્મા વૃકોદરઃ || ||૧૫|| ભગવાન હૃષિકેશે પાઞ્ચજન્ય નામનો પોતાનો શંખ વગ...